Friday, February 27, 2026
HomeGujaratમોરબીમાં યોજાયેલ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ૩૦થી વધુ દર્દીઓએ આરોગ્ય લાભઓઢો

મોરબીમાં યોજાયેલ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ૩૦થી વધુ દર્દીઓએ આરોગ્ય લાભઓઢો

મોરબી શહેરમાં શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને માધવ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ 22-02-2026, રવિવારે ભવ્ય મફત મેડિકલ કેમ્પ યોજાયો હતો. નિલકંઠ પ્લાઝા–2, નાની કેનાલ રોડ સ્થિત ક્લિનિક ખાતે આયોજિત આ કેમ્પમાં 30થી વધુ દર્દીઓએ આરોગ્યલાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

કેમ્પ દરમિયાન ડો. ચાંદની લિખિયા (ચામડી નિષ્ણાંત અને કોસ્મેટોલોજિસ્ટ) દ્વારા ત્વચા, વાળ અને કોસ્મેટોલોજી સંબંધિત તપાસ અને સારવાર સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે વિશેષ ફિઝીયોથેરાપી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી વિભાગનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની, ડૉ. રાહુલ છતલાણી, ડૉ. ધ્વનિ નિમાવત અને ડૉ. ખ્યાતિ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પ ડૉ. મુરુગનંદમ પેરિયાસામીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયો હતો. દર્દીઓની આરોગ્ય તપાસ સાથે જાગૃતિ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી. વિશેષ નોંધનીય બાબત એ રહી કે ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓએ ફિઝીયોથેરાપી શું છે અને તેના લાભો શું છે તે અંગે લોકોને માહિતગાર કર્યા હતા. કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને આરોગ્યલાભ મળ્યો સાથે આરોગ્ય જાગૃતિમાં પણ વધારો થયો છે. શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કૉલેજીસના મેનેજમેન્ટ દ્વારા ફેકલ્ટી અને સ્ટાફના સેવાભાવી પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પો યોજાતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!