Saturday, February 28, 2026
HomeGujaratહળવદના ધણાદ ગામે વિદેશી દારૂના ૪૮ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

હળવદના ધણાદ ગામે વિદેશી દારૂના ૪૮ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ધણાદ ગામે રેઇડ કરી એક ઇસમને વિદેશી દારૂની ૧૮૦મીલી. ૪૮ નંગ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે, મંગળપુર ગામ તા.હળવદ વાળો કેવળભાઈ ભાણજીભાઈ નગવાડીયા ધણાદ ગામની દેવીપૂજકવાસના પાટીયા પાસે બાવળની કાંટમાં વિદેશી દારૂની બોટલ રાખી તેનું વેચાણ કરે છગે, જેથી તાત્કાલિક ઉપરોક્ત સ્થળે હળવદ પોલીસે રેઇડ કરતા, જ્યાંથી આરોપી કેવળભાઈ ભાણજીભાઈ નગવાડીયા ઉવ.૨૨ રહે. મંગળપુર તા.હળવદ વાળાને વિદેશી દારૂ વાઈટ લેસ વોડકાની ૧૮૦મીલી.ની ૪૮ બોટલ કિ.રૂ.૪,૮૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!