Sunday, March 8, 2026
HomeGujaratમોરબી: પશુ સંરક્ષણ અને પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

મોરબી: પશુ સંરક્ષણ અને પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ અને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી, સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન જુદા જુદા ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડી પાડવામાં સફળતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા હાથ ધરાયેલી વિશેષ ડ્રાઇવ દરમિયાન મોરબી પોલીસને બે વોન્ટેડ આરોપીને પકડી લેવા માટે સફળતા મળી છે. જેમાં પશુ સંરક્ષણ અધિનિયમ તથા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા બે અલગ અલગ આરોપીઓને એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ અને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લઈ હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી જીલ્લાના પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ, પેરોલ જમ્પ કરનાર અને જેલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા તા. ૦૬ માર્ચથી તા. ૧૨ માર્ચ ૨૦૨૬ સુધી વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઉપરોક્ત કામગીરીમાં કાર્યરત હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૫માં નોંધાયેલ પશુ સંરક્ષણ અધિનિયમની કલમ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી સીકંદર ગફાર સંધવાણી ઉવ.૩૧ રહે. માળીયા મિયાણા વાડા વિસ્તાર જુના રેલવે સ્ટેશન પાસે હાલ વાગડીયા ઝાપા પાસે રોડ ઉપર હોવાની માહિતી મળી હતી. જે આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લઈ હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા પણ એક પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા મોરબી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને શોધવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત સીટી એ ડિવિઝન ટીમ કાર્યરત હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી (આણંદપુર) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇમરાન મામદભાઈ પલેજા ઉવ.૩૫ રહે. મોરબી કાલીકાપ્લોટ જલાલચોક વાળાને કાલિકા પ્લોટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે આરોપીને કાયદેસરની કાર્યવાહી કરીને નાની મોલડી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!