Friday, March 13, 2026
HomeGujaratમોરબીના આમરણ ગામે વોકળાના કાંઠે ૪૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો, આરોપી ફરાર

મોરબીના આમરણ ગામે વોકળાના કાંઠે ૪૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો, આરોપી ફરાર

મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળી કે, આમરણ ગામની સીમમાં દિપક કોળી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે, જે બાતમીને આધારે પોલીસે આમરણ ગામની સીમમાં રેઇડ કરી હતી, જ્યાં વોકળાના કાંઠે બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૪૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૧૦ હજાર મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી દીપકભાઈ કિશોરભાઈ કોળી રહે.ટાટા નગર આમરણ તા.મોરબી વાળો હાજર નહિ મળી આવતા એલસીબી ટીમે તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!