Friday, March 13, 2026
HomeGujaratમોરબીમાં રાત્રે બે સ્થળે આગની ઘટના : ફાયર ટીમે સમયસર બંને સ્થળે...

મોરબીમાં રાત્રે બે સ્થળે આગની ઘટના : ફાયર ટીમે સમયસર બંને સ્થળે આગ પર કાબુ મેળવ્યો

મોરબી શહેરમાં ગઈ રાત્રે ફાયર કંટ્રોલરૂમ 101 પર આગ લાગવાના બે અલગ-અલગ કોલ નોંધાયા હતા. બંને સ્થળે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટાળી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવ રાત્રે અંદાજે 09:16 વાગ્યે મહેન્દ્રનગર ખાતે રામધામ આશ્રમ સામે આવેલા સુપર માર્કેટ કોમ્પ્લેક્સની એક દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે બીજો બનાવ રાત્રે આશરે 12:40 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી પાસે વ્યારા પેટ્રોલ પંપ સામે કાર સ્પાની બાજુમાં બન્યો હતો. અહીં કચરો સળગાવવા આગ લગાડવામાં આવી હતી, જે બાદમાં કાબુ બહાર જતાં ફાયર કંટ્રોલરૂમ 101 પર જાણ કરવામાં આવી હતી. બંને બનાવોમાં ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી કરી આગ પર સમયસર કાબુ મેળવ્યો હતો. સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!