Saturday, March 14, 2026
HomeGujaratમોરબીમાં આવતીકાલે હિન્દુ મહાસંમેલનનું આયોજન:હિન્દુ સમાજને ઉપસ્થિત રહેવા કરાયું આહવાન

મોરબીમાં આવતીકાલે હિન્દુ મહાસંમેલનનું આયોજન:હિન્દુ સમાજને ઉપસ્થિત રહેવા કરાયું આહવાન

મોરબી શહેરના એસ.પી. રોડ વિસ્તારમાં હિન્દુ સમાજમાં જાગૃતિ અને એકતા વધારવાના હેતુથી હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના આગેવાનો અને સંતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, તા.15 માર્ચ 2026, રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે મોરબીના એસ.પી. રોડ પર આવેલ દેવ ફાર્મ ખાતે હિન્દુ મહાસંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં હિન્દુ સંસ્કૃતિ અને સમાજ જાગરણ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સ્વામિ ધર્મબંધુજી મહારાજ (પ્રાંસલા) ઉપસ્થિત રહી હિન્દુ સમાજને સંબોધિત કરશે. ઉપરાંત ઉમિયા આશ્રમ મોરબીના મહંત નિરંજન દાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવશે. આ કાર્યક્રમ હિન્દુ સંમેલન સમિતિ – એસ.પી. રોડ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. આયોજકો દ્વારા હિન્દુ સમાજના તમામ લોકોને સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!