Sunday, March 15, 2026
HomeGujaratમાળીયા(મી): હોસ્પિટલ પાછળથી તમંચા સાથે એક ઇસમ ઝડપાયો

માળીયા(મી): હોસ્પિટલ પાછળથી તમંચા સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન માળીયા(મી) પોલીસે હોસ્પિટલ પાછળથી એક ઇસમને દેશી હાથબનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે આરોપી પાસેથી હથિયાર કબજે કરીને હથિયારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, મોરબી પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગની સૂચના મુજબ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ગંભીર પ્રકારના બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા જરૂરી તકેદારી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અનુસંધાને માળીયા(મી) પોલીસ મથક પીઆઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે સરકારી હોસ્પિટલના પાછળના ભાગે આવેલા પાણીના ટાંકા પાસેથી આરોપી સલીમભાઈ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા રહે. હાકમશાપીરની દરગાહ પાસે માળીયા(મી) વાળા પાસેથી દેશી હાથબનાવટનો તમંચો (હથિયાર) કિ.રૂ.૨ હજાર કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!