Tuesday, March 24, 2026
HomeGujaratવાંકાનેરના દીઘલીયામાં ભત્રીજા સાથે થયેલ વિવાદમાં સમજાવવા ગયેલ કાકા પર છરીથી હુમલો

વાંકાનેરના દીઘલીયામાં ભત્રીજા સાથે થયેલ વિવાદમાં સમજાવવા ગયેલ કાકા પર છરીથી હુમલો

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે ભત્રીજા સાથે થયેલા સામાન્ય વિવાદ મામલે સમજાવવા ગયેલા કાકા ઉપર શખ્સે છરી વડે હુમલો કરી ખંભા તથા છાતીના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ ઇજાગ્રસ્તને પ્રથમ વાંકાનેર અને બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે મોટરસાયકલ અડવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં દીઘલીયા ગામના રહેવાસી રૂકમુદિનભાઈ હુસેનભાઈ શેરસીયા ઉવ.૩૯ના ભત્રીજા તોહીદ અને આરોપી તનવીર ગફારભાઈ ખલીફા રહે.દીઘલીયા વચ્ચે બોલાચાલી થયા બાદ રૂકમુદિનભાઈ આરોપી તનવીરને સમજાવવા ગયા હતા. આ દરમિયાન આરોપી તનવીરે ઉશ્કેરાઈ જઈ ગાળો આપી પોતાની પાસે રહેલી છરી વડે રૂકમુદિનભાઈના ખંભા અને છાતીના ભાગે હુમલો કર્યો હતો. ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્તને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે પીડિતની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!