Saturday, March 28, 2026
HomeGujaratટંકારા વિસ્તારના ખેડૂતોમાં આનંદની લહેર: 'સૌની યોજના' અંતર્ગત તળાવો ભરવા ₹14.35 કરોડ...

ટંકારા વિસ્તારના ખેડૂતોમાં આનંદની લહેર: ‘સૌની યોજના’ અંતર્ગત તળાવો ભરવા ₹14.35 કરોડ મંજૂર

રાજ્યના પુર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલે બનાવેલ સારણ ડેમ એક દશકા પછી ડેહકા દેશે.

- Advertisement -
- Advertisement -

ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના પ્રયાસોથી વિસ્તારના જળ સંચય અને સિંચાઈના પ્રશ્નો ઉકેલવા તરફ મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા “સૌની યોજના” (SAUNI Yojana) હેઠળ ટંકારા વિસ્તારના વિવિધ ગામોના તળાવો અને ચેકડેમો ભરવા માટે કુલ રૂપિયા 14.35 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.

આ યોજના અંતર્ગત અંદાજે 3 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા મહત્વના જળાશયોને નર્મદાના નીરથી ભરવામાં આવશે. આ નિર્ણયથી ઉનાળાની શરૂઆતમાં જ ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. ઉપરાંત પશુપાલન અને ખેડૂતોને સિધ્ધો લાભ થશે.

સરકાર દ્વારા મંજૂર કરાયેલ યાદી મુજબના લજાઈ તળાવ-1 અને તળાવ-2 હડમતીયા તળાવ અને દુધમલિયા તળાવ ટંકારા: સારણ ડેમ જે ટંકારાના ધારાસભ્ય અને રાજયના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી કેશુભાઈ પટેલે એના કાંડાના બળે અને કોઠાસૂઝ થી બનાવ્યુ હતું એ યોજના ના એક દશકા પછી ડેહકા દેશે અમરાપર ચેકડેમ હિરાપર ચેકડેમ-2 હરબટીયાળી તળાવ-1 બંગાવડી ડેમ વિરવાવ ચેકડેમ-1, 2 અને 3 જોધપર ઝાલા તળાવ નો સમાવેશ થાય છે

આ મહત્વની સિદ્ધિ બદલ ધારાસભ્ય દેથરિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલનો ટંકારાની જનતા વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી વિસ્તારની ખેતી વધુ સમૃદ્ધ બનશે. અને ટંકારાનુ પેટાળ ચિરી નિકળતી લાઈન નો સર્વને સિધ્ધો લાભ થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!