મોરબી જિલ્લામાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આગામી 2 એપ્રિલે યોજાનારા ધાર્મિક કાર્યક્રમને લઈ મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંત શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાનારા ભજન, બટુક ભોજન અને મહાપ્રસાદ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ બેઠક ખાસ મહત્વની ગણાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા મોરબી જિલ્લામાં યોજાનારા ધાર્મિક કાર્યક્રમને લઈ તા. 29 માર્ચ 2026 (રવિવાર)ના રોજ સાંજે 6:30 વાગ્યે મિટિંગ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ બોડિંગ, મોરબી-2 ખાતે યોજાશે. જેમાં કાર્યક્રમની તૈયારીઓ, આયોજન અને વિવિધ જવાબદારીઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા દ્વારા સમસ્ત સમાજના ભાઈઓને મોટી સંખ્યામાં હાજર રહેવા નમ્ર અપીલ કરવામાં આવી છે. આયોજનને સફળ બનાવવા માટે દરેક સભ્યની ઉપસ્થિતિ અનિવાર્ય હોવાનું ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગામી ધાર્મિક પ્રસંગને લઈને સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિટિંગને લઈને પણ સભ્યોમાં ઉત્સુકતા વધી રહી છે.









