Tuesday, March 31, 2026
HomeGujaratમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકો માટે નિઃશુલ્ક RTE...

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકો માટે નિઃશુલ્ક RTE ફોર્મ ભરવાની સેવા શરૂ

વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધોરણ-૧ માં ખાનગી શાળામાં મફત પ્રવેશની પ્રક્રિયા અંતર્ગત જરૂરિયાતમંદ વાલીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને ફોર્મ ભરી આપવાની પ્રશંસનીય પહેલ

- Advertisement -
- Advertisement -

મોરબી : સમાજના ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય તે હેતુસર યંગ ઇન્ડિયા ગ્રૂપ-મોરબી દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. વર્ષ 2026-27 માટે ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ હેઠળ ધોરણ-1 માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રક્રિયામાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના ફોર્મ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વિનામૂલ્યે ભરી આપવામાં આવશે.

આર.ટી.ઈ. યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાની ઉત્તમ તક મળે છે. આ સાથે જ યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલબેગ જેવા ખર્ચનો ભાર હળવો કરવા માટે સરકાર દ્વારા સહાયરૂપ રકમ સીધી બાળકના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ લાભ મેળવવા ઈચ્છતા વાલીઓએ ફોર્મ ભરવા માટે જરૂરી અસલ દસ્તાવેજો સાથે લઈને આવવું ફરજિયાત છે. જેમાં વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો, જન્મનો દાખલો, વિદ્યાર્થી અને વાલીનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, લાઈટબીલ અથવા રેશન કાર્ડ), વાલીનું જાતિ પ્રમાણપત્ર, મામલતદાર દ્વારા કઢાવેલો આવકનો દાખલો (રૂ.6 લાખ સુધીની મર્યાદામાં), પાન કાર્ડ, આવક અંગેનું એકરારનામું, ચૂંટણી કાર્ડ અને બેંક ખાતાની પાસબુક (બાળક અથવા વાલીની) નો સમાવેશ થાય છે. વિશેષ કેટેગરીમાં આવતા લોકોએ સરકારની અગ્રીમતા મુજબ વધારાના દસ્તાવેજો લાવવાના રહેશે.

વાલીઓ માટે ફોર્મ ભરવાની કામગીરી 04 એપ્રિલ 2026 થી 17 એપ્રિલ 2026 સુધી ચાલશે. ફોર્મ ભરાવવા માટે વાલીઓએ ડી.આર. સિક્યોરિટી, લવકુશ કોમ્પલેક્ષ, બેલ પિયાટોઝની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે રાત્રે 8:30 થી 10:30 કલાક દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. રૂબરૂ આવતા પહેલા દિલીપ દલસાણીયાનો તેમના મોબાઈલ નંબર 8000827577 પર કોલ કરીને સમય મેળવી લેવો ફરજિયાત છે.

આ નિઃશુલ્ક સેવા અંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને કોઈપણ પરિસ્થિતિ તેને અટકાવી શકતી નથી. યંગ ઇન્ડિયા ગ્રૂપ હંમેશાં સમાજના છેલ્લા માણસ સુધી તક પહોંચાડવાના સંકલ્પ સાથે કાર્યરત છે. આર.ટી.ઈ. માત્ર સરકારની યોજના નથી, પરંતુ સમાજને આગળ વધારવાનો એક મજબૂત આધાર છે. આવો, દરેક જરૂરિયાતમંદ બાળકને શિક્ષણનો અધિકાર અપાવીએ. યંગ ઇન્ડિયા ગ્રૂપની આ સેવાકીય પહેલ શિક્ષણ ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!