Wednesday, April 1, 2026
HomeGujaratમોરબીના વાવડી રોડ પર જૂની અદાવતમાં છરી-ધારીયા સાથે મારામારી, યુવાન ઘાયલ

મોરબીના વાવડી રોડ પર જૂની અદાવતમાં છરી-ધારીયા સાથે મારામારી, યુવાન ઘાયલ

ફિલ્મી અંદાજે અથડામણ, હાલ એક જ પક્ષની ફરિયાદને આધારે બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાવડી રોડ પર જૂની અદાવતને કારણે બે જૂથ વચ્ચે છરી અને ધારીયા સાથે હિંસક મારામારી સર્જાઈ હતી. ઘટનામાં સિકંદર મોવર નામનો યુવક ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. હાલ એક જ પક્ષની ફરિયાદના આધારે પોલીસે આરોપી શાહરૂખ પરમાર અને ઈરફાન ઘાંચી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં તા. ૩૦ માર્ચની સાંજે જૂની દુશ્મનાવટને કારણે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં પંચાસર રોડ સલીમ મસ્જિદ સામે રહેતા ફરિયાદી સિકંદર કાદરભાઈ મોવર ઉવ.૨૪ દ્વારા આરોપી શાહરૂખભાઈ પરમાર અને ઇરફાનભાઈ નાનુભાઈ ઘાંચી બન્ને રહે. મિલનપાર્ક શેરી નં.૩ વાવડી રોડ મોરબી વાળા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સિકંદરભાઈ વાવડી રોડ ઉપર મિલન પાર્ક શેરી નં. ૩ પાસે આવેલ ખોડિયાર ટી સ્ટોલે ચા પીવા ગયા હતા, ત્યારે આરોપી શાહરૂખભાઈ પરમાર સાથે જૂની અદાવતમાં સામુ જોવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારે આરોપી શાહરૂખ પરમારે ઉશ્કેરાઈ અને છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને બંને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી. દરમિયાન ઈરફાનભાઈ નાનુભાઈ ઘાંચી ધારીયું લઈને સ્થળ પર આવી ફરિયાદીને ઉંધા ધારીયાથી ઘા મારતા તે જમીન પર પડી ગયો હતો. ત્યારબાદ બંને આરોપીઓએ મળી ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ દરમિયાન ફરિયાદીને વધુ માર માંથી છોડાવવા આવેલ મિત્રોએ સોડાની બોટલો અને પથ્થરો વડે સામે હુમલો કર્યો હતો. તો સામા પક્ષે આરોપીની માતાએ તમામની આંખોમાં મરચાની ભૂકી છાંટી હતી. હાલ સમગ્ર ઘટનાના પગલે ફરિયાદી ઘાયલ યુવકને મિત્રો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે. ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે બનાવ અંગે બે આરોપીઓ વિરુદ્ધ બીએનએસ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!