Sunday, April 12, 2026
HomeGujaratવાંકાનેરના રાણેકપર ગામે ક્રેટા કાર ચાલક રૂ.૪.૮૫ લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો મૂકીને...

વાંકાનેરના રાણેકપર ગામે ક્રેટા કાર ચાલક રૂ.૪.૮૫ લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો મૂકીને નાસી ગયો

દારૂના ૧૮૧૪ નંગ ચપલા, બિયર ૬૧ ટીન ટ્રેક્ટરની ટ્રોલીમાં બિનવારસી મૂકીને કાર લઈને ભાગી છૂટ્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ ટીમને બાતમી મળી કે વાંકાનેર બાઉન્ડ્રી થી મોરબી તરફ એક વિદેશી દારૂ ભરેલી સફેદ કલરની ક્રેટા કાર જવાની છે, જે બાતમીને આધારે સીટી પોલીસ વઘાસીયા ટોલ નાકા નજીક વાહન ચેકીંગમાં હોય તે દરમિયાન બાતમી મુજબની ક્રેટા કારે ફૂલ સ્પીડમાં ત્યારે પોતાની કાર ચલાવીને નીકળી ગયો હતો, ત્યારે કાર રોકવા માર્ગમાં મોટર સાયકલ રાખતા, તેને ઉડાળી કાર ચાલક રાણેકપર ગામ બાજુ નાસી ગયો જે બાદ કારનો પીછો કરી તપાસ કરતા સહકારી મંડળી સામે ટ્રેક્ટર ટ્રોલીમાં ૪.૮૫ લાખનો વિદેશી દારૂ મૂકીને કાર લઈને ચાલક ફરાર થઇ ગયો હતો.

વાંકાનેર સીટી પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી વઘાસીયા ટોલનાકા ખાતે સઘન વાહનચેકિંગ હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સફેદ રંગની હ્યુન્ડાઇ ક્રેટા કાર રજી.નં. જીજે-૩૬-એપી-૯૨૯૭ ત્યાંથી પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કારચાલકે પોલીસનો ઈશારો અવગણી ગાડી પુરઝડપે હંકારી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે પોલીસ કર્મીએ તાત્કાલિક પોતાનું મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-કે-૯૪૨૩ માર્ગમાં આડું રાખ્યું તો તેને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું અને ત્યારબાદ રાણેકપર તરફ નાસી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા રાણેકપર ગામ સહકારી મંડળી સામે ખુલ્લા પ્લોટમાં ટ્રેક્ટર ટ્રોલીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પડેલો મળી આવ્યો હતો. તપાસ દરમ્યાન ટ્રોલીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૧૮૧૪ નંગ બોટલ તેમજ ૬૧ બિયર ટીન કિ.રૂ.૪,૮૫,૦૬૦/-નો જથ્થો મળી આવતા, પોલીસે તે કબ્જે લીધો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી ક્રેટા કાર ચાલકની વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!