વાંકાનેરની શિવપાર્ક સોસાયટીમાં જાહેર બજારમાં પાર્ક કરેલી સ્કોર્પિઓ કાર અજાણ્યા વાહન ચોર ચોરી કરી લઈ જવાની ઘટના સામે આવી છે. આશરે રૂ.૧૬ લાખની કાર રાત્રે પાર્ક કરેલ, જે ચોરી કરી લઈ ગયા અંગેની અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વાંકાનેર શહેરની શિવપાર્ક સોસાયટીમાં કાર ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી રાણાભાઈ મૈયાભાઈ ઘેલીયાના ભાઈ કીશોરભાઈની કાળા રંગની સ્કોર્પિઓ કાર રજી. નં. જીજે-૨૫-બીએ-૦૨૩૪ કિ.રૂ.૧૬ લાખ, તા.૧૦/૦૪ના રોજ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં કાર પાર્ક કરેલી હાલતમાં જોવા મળી હતી, પરંતુ બીજા દિવસે તા.૧૧/૦૪ના વહેલી સવારે ૬ વાગ્યે સ્કોર્પિઓ કાર તેની પાર્ક કરેલ જગ્યાએ જોવામાં ન આવતા, પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારમાં તેમજ સગાસંબંધીઓ અને મિત્રોમાં શોધખોળ કરવામાં આવી હતી, છતાં કારનો કોઈ પત્તો લાગ્યો નહોતો. હાલ વાંકાનેર સીટી પોલીસે સ્કોર્પિઓ કાર ચોરી અંગે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









