મોરબી તાલુકાના રંગપર નજીક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. બાઈકના કાગળો રજૂ ન કરી શકતા અને સંતોષકારક જવાબ ન આપતા બાઈક છળકપટથી મેળવેલ હોવાનું જણાતા પોલીસે બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં મોરબી-જેતપર રોડ પર રામદેવ હોટલ સામે મોરબી તાલુકા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. તાલુકા પોલીસના સર્વેલન્સ ટીમ દ્વારા મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન જેતપર તરફથી એક વ્યક્તિ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને આવતા તેને રોકી કાગળોની માંગણી કરવામાં આવી હતી. ત્યારે તે ઈસમ બાઈકના કાગળો રજૂ કરી શક્યો નહોતો અને બાઈક અંગે સંતોષકારક માહિતી પણ આપી શક્યો નહોતો. જેના આધારે બાઈક છળકપટથી મેળવેલ હોવાની શંકાએ પોલીસે હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ એન્જિન નં. HA10EA89801829 કિ.રૂ.૧૫ હજાર કબ્જે લઈ આરોપી વિજયભાઈ બંસીભાઈ ભોજવીયા રહે.ખાખરેચી તા.માળિયા(મી) વાળાની અટક કરી તેની વિરુદ્ધ બીએનએસએસ કલમ ૧૦૬(૧) તથા ૩૫(૧) હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









