મોરબી બી ડિવિઝન પોલીસે ગેંડા સર્કલ પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સાહિલભાઇ હુશેનભાઇ પીપરવાડીયા ઉવ.૨૩ રહે. ભાટીયા સોસાયટી શારદા સ્કુલની બાજુમાં વાંકાનેર, યુનુશભાઇ ગનીભાઇ કાસમાણી ઉવ.૫૦ રહે. બીલાલી મસ્જીદ પાસે ફુલછાબ ચોક વીશીપરા મોરબી તથા ઇમ્તીયાઝભાઇ દિલાવરભાઇ શાહમદાર ઉવ.૩૨ રહે. ભાટીયા સોસાયટી સ્મશાનની બાજુમાં વાંકાનેર વાળાને રોકડા ૪,૬૦૦/- સાથે રંગેહાથ પકડી લેવાયા હતા. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









