Friday, October 25, 2024
HomeGujaratમોરબી ટ્રાફિક પોલિસે બાઈક સ્ટંટ અને બુલેટમાં મોડીફાઇડ કરેલ સાયલેન્સર અને બ્લેક...

મોરબી ટ્રાફિક પોલિસે બાઈક સ્ટંટ અને બુલેટમાં મોડીફાઇડ કરેલ સાયલેન્સર અને બ્લેક ફિલ્મવાળી કાર તથા નંબર પ્લેટ નહિ લગાવનાર વાહન ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી : પાંચ દિવસમાં કુલ ૧૪૦ થી વધુ વાહનો ડિટેન કરાયા

મોરબી શહેર વિસ્તારમાં અમુક વાહન ચાલકો તેમના બુલેટમાં મોડીફાઇડ કરેલ સાયલેન્સર લગાવી વધુ અવાજ થાય તે રીતે ચલાવે છે અને જાહેર માર્ગો પર સ્ટંટ કરે છે આ વાયરલ થયેલા વિડીયો બાદ તમામ આવરા તત્વોને શોધી તેની શાન મોરબી પોલીસે ઠેકાણે લાવી દીધી હતી અને આવા તત્વો જોવા મળે તો તેના હેલ્પલાઇન નમ્બર પણ મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા જાહેર કરી લોકોને પોલીસને જાણ કરવા અપીલ કરાઈ હતી

- Advertisement -
- Advertisement -

જો કે હાલ પણ આ કામગીરી મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ જ રાખવામાં આવી છે જેમાં મોરબી ટ્રાફિક ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલે મોરબી મિરર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જે લોકો આ રીતે સ્ટંટ કરે છે અને મોડી ફાઇડ બુલેટ અને બાઈક બનાવી બે ફિકરાઈ થી ચલાવે છે તેવા કુલ ૧૦૦ જેટલા બાઈક અને પોતાની કારમાં બ્લેક ફિલ્મ લગાવી તથા અમુક વાહન ચાલકો વાહનોમાં નંબર પ્લેટ લગાવતા નથી અને વાહન બેફામ રીતે ચલાવી તથા કારમાં ગેરકાયદેસર લખાણ લખાવી મોરબી શહેરના માર્ગો પર ફરી રહેલ હોય જેથી જીલ્લા એસ.પી.શ્રી સુબોધ ઓડેદરાએ આ સંબંધે તાત્કાલીક કાર્યવાહી કરવા મોરબી ટ્રાફિક શાખાને સૂચના આપતા ટ્રાફિક શાખાના અધિકારી તથા કર્મચારીઓની ટીમો બનાવી ડબલ સાયલેન્સર વાળા બુલેટો તથા પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો, મોટર-કાર વાહનોને ઝડપી પાડી જેમાં વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનું લાયન્સ સાથે નહિ રાખેલ તેવા વાહનોને એમ.વી.એકટ ૨૦૭ મુજબ કુલ-૧૪૦ થી વધુ વાહનો છેલ્લા પાંચ દિવસમાં જ ડીટેઇન કરેલ છે

 

તથા કારમાં બ્લેક ફિલ્મ લગાવી તથા ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર પ્લેટ લગાવી તથા રોંગ સાઇડમાં વાહન ચલાવી તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા વાહન ચાલકો વિરૂધ્ધ એન.સી. કેસો કુલ-૧૧૨ કરી તેનો સ્થળ દંડ રૂ.૫૪૧૦૦/- વસુલ કરેલ છે જો કે છેલ્લા પાંચ દિવસના દંડની રકમ જોઈએ તો તે દોઢ લાખને પણ પર થઈ જાય છે ત્યારે હજુ પણ મોરબી જીલ્લામાં જે વાહન ચાલકો બુલેટમાં મોડીફાઇય કરેલ સાયલેન્સરો લગાવી ફરે છે તથા પોતાની કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરે છે તેમજ વાહનમાં આગળ પાછળ નંબર પ્લેટ લગાવતા નથી કે ટ્રાફિકના અન્ય નિયમોનું પાલન કરતા નથી તેઓના વિરૂધ્ધમાં ટ્રાફિક શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે.હાલ મોરબી પોલીસે કડક કાર્યવાહી કરી આવા વાહનચાલકો પોતાના મોડીફાઇડ વાહનો ઘરમાં પાર્ક કરો દેવા મજબૂર કરી દીધા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!