હળવદ નજીક સુસવાવ ગામના સ્મશાન પાસેથી આશરે ૧ વર્ષના અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ માટે પ્રયાસો હાથ ધરાયા છે અને વાલીવારસને સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
હળવદ તાલુકાના સુસવાવ ગામના સ્મશાન નજીક એક અજાણ્યા બાળક (છોકરો)નો મૃતદેહ મળી આવ્યો છે. બાળકની ઉંમર આશરે ૧ વર્ષ હોવાનું જણાઈ રહ્યું છે. મૃતકના શરીરે સફેદ રંગનું ઝબલું અને સફેદ ચડ્ડી પહેરેલી હાલતમાં લાશ મળી આવી છે. હાલ સુધી બાળકની ઓળખ થઈ નથી અને કોઈ વાલીવારસ પણ મળી આવેલ ન હોય જેથી પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ માટે તપાસ હાથ ધરાઈ છે. કોઈને આ બાળક અંગે માહિતી હોય તો હળવદ પોલીસ સ્ટેશન 63596 26050 અથવા તપાસ અધિકારી એ.બી. મિશ્રા (પો.સબ.ઇન્સ્પેક્ટર) 76003 68161 ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.





