ખેડૂત વર્ગને પોસ્ટ હાર્વેસ્ટીંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કોન્સેપ્ટ તરફ વાળી પ્રોત્સાહન આપવાના હેતુથી તાલુકાથી ગ્રામ્ય કક્ષા સુધી દરેક વર્ગના ખેડૂતો પાસેથી ધાન્ય,કઠોળ,તેલીબીયા અને મારી મસાલા પાકનું મુલ્ય વર્ધન યુનિટ સ્થાપવાની યોજના સરકારે અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ દરેક વર્ગના ખેડૂત, ખેડૂત ગ્રુપ, રાજ્ય કૃષિ યુનીવર્સીટી નો કોઈ પણ સ્નાતક –અનુસ્નાતક અને બીઆરએસ, મહિલા ખેડૂત, ગ્રામ્ય વિસ્તારનું સખી મંડળ, ફાર્મર્સ પ્રોડ્યુસર ગ્રુપ, સહકારી મંડળીને મળી શકશે
તેમાં સહાયનું ધોરણ પ્રોજેક્ટ બેઇઝ પ્રોસેસીંગ યુનિટના ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૦ લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય બેંક મારફત આપવામાં આવશે. ક્લીનર,ગ્રેડર,કલર સોર્ટર ,બેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીન,મીની ઓઈલ મિલ,પેકેજીંગ અને દળવા માટે ઘંટી સહિતના સાધન –મશીનરીનો સમાવેશ થાય છે. તેનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલમાં ૩૦મી એપ્રિલ-૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના પ્રોજેક્ટ આધારિત રહશે. તેમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ૩૦ દિવસની અંદર બેંક લોન એપ્રેઈઝલ લેટર સાથે પ્રોજેક્ટ રીપોર્ટ નાયબ ખેતી નિયામકની કચેરી (૨૩૦- તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી -૩૬૩૬૪૨ ) ખાતે રજુ કરવાનો રહેશે. તેમ નાયબ ખેતી નિયામક મોરબીની યાદીમાં જણાવેલ છે.