મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વસુંધરા હોટલ નજીક આવેલ ખુલ્લા મેદાનમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા ઇબ્રાહીમ ઉર્ફે ડાડો આદમભાઇ ચનાણી ઉવ.૨૬, ઇબ્રાહીમભાઇ હાજીભાઇ જામ ઉવ.૨૩ બંબે રહે. કાંતિનગર મોરબી-૨ તથા સુનીલભાઇ મનસુખભાઇ ઉપચારીયા ઉવ.૨૫ રહે.રવાપર(નદી) તા.જી.મોરબી વાળાને રોકડા રૂ.૩,૦૫૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.





