મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ આગામી હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે મોરબી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સારૂ પ્રોહી. ડ્રાઈવ રાખેલ હોય જે અન્વયે એલસીબીનાં ઈન્ચાર્જ પીઆઈ એન. બી. ડાભીને જરૂરી સુચના કરતાં ઈનચાર્જ પીઆઈ તથા સ્ટાફનાં માણસો કાર્યરત હોય દરમ્યાન પો.હેડ કોન્સ. સંજયભાઈ મૈયડ તથા ભગીરથસિંહ ઝાલાને ખાનગીરાહે બાતમી મળેલ કે, મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા (રહે.મોરબી ન્યુ પેલેસનાં ક્વાટર્સમાં, સામાકાંઠે) વાળાનાં રહેણાંક મકાન સામે આવેલ ફળીયામાં ગે.કા. રીતે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. બાતમીને પગલે રેઈડ કરતાં રહેણાંક મકાનની સામે ફળિયામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૬ કિં.રૂ.૮૧,૧૨૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે આરોપી હાજર નહિ મળતા આરેપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહી. ધારા હેઠળ ગુન્હો રજી. કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એન. બી. ડાભી., પો.હેડ.કોન્સ. સંજયભાઈ મૈયડ, ચંદુભાઈ કણોતરા, પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, પેરોલ ફર્લો સ્કવોડ પો.હેડ.કોન્સ. જશવંતસિંહ ગોહિલ, ચંદ્રકાંતભાઇ વામજા, પો.કોન્સ. બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા સહિતનાઓ રોકાયેલા હતાં.