Thursday, May 14, 2026
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે વાસણ માંજવાની ના પાડતા વહુએ સાસુને માર મારી હાથમાં...

મોરબીના ઘુંટુ ગામે વાસણ માંજવાની ના પાડતા વહુએ સાસુને માર મારી હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી

કમરના દુખાવાને કારણે કામ કરવાની ના પાડતા સાસુ-વહુ વચ્ચે બોલાચાલી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઘુંટુ ગામે વાસણ માંજવાની ના પાડતા વહુએ સાસુ સાથે ઝઘડો કરી હાથ મરડી ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામની પંચવટી સોસાયટીમાં સાસુ-વહુ વચ્ચે થયેલા ઝઘડામાં વૃદ્ધ સાસુને ઈજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી ગૌરીબેન અમૃતલાલભાઈ સોરીયા ઉવ.૬૭એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓને પાંચ વર્ષ અગાઉ કમરના ભાગે ગોળાનું ઓપરેશન કરાવેલું હોવાથી સતત દુખાવો રહેતો હતો. ગત તા. ૧૦/૦૫/૨૦૨૬ના રોજ સવારે તેમની વહુ ભાવનાબેને તેમને વાસણ માંજવાનું કહ્યું હતું.

પરંતુ કમરના દુખાવાના કારણે ગૌરીબેને વાસણ માંજવાની ના પાડતા વહુ ઉશ્કેરાઈ ગઈ હતી અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ વહુએ ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગુસ્સામાં આવી સાસુનો હાથ પકડી મરડતા ડાબા હાથના ખભાના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી ભાવનાબેન પ્રશાંતભાઈ સોરીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!