મોરબીના ટીંબડી પાટીયા પાસે આવેલા સ્પામાં કામ કરતી વર્કરોના બાયોડેટા પોલીસમાં નોંધ ન કરાવવાના અને સીસીટીવી રેકોર્ડિંગ જાળવી ન રાખવાના મામલે સ્પા મેનેજર સામે ગુનો નોંધાયો છે. આ સાથે મોરબી એસઓજી પોલીસ ટીમે આરોપી વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા મોરબી-માળીયા હાઇવે ઉપર ખોડીયાર કાઠીયાવાડી ઢાબા સામે આવેલા ઓરબીટ-૨ શોપિંગ સેન્ટરમાં ચાલતા “સીસો થાઈ સ્પા”માં તપાસ દરમિયાન સામે આવ્યું કે, સ્પામાં કામ કરતી ચાર મહિલા વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવી ન હોતી. આ ઉપરાંત સ્પામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ પણ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ જાળવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સ્પાના મેનેજર બ્રરીગલીંગસ્ટોન ગંગાપ્રસાદ રેન્ગ ઉવ.૩૧ રહે.સીસો થાઇ સ્પામાં તા.જી.મોરબી મુળ રહે. બિસ્નુ ચરનપરા જી.નોર્થ- ત્રિપુરા રાજ્ય-ત્રિપુરા સામે તાલુકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.






