Saturday, May 16, 2026
HomeGujaratમોરબી જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 25 મે ના રોજ યોજાશે;...

મોરબી જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 25 મે ના રોજ યોજાશે; પાંચેય તાલુકા પંચાયતોની પ્રથમ બેઠકનું આયોજન

ઉમેદવારી ફોર્મ તા. 24 મે ના રોજ બપોરે 14-00 કલાક સુધીમાં જે-તે તાલુકા વિકાસ અધિકારીને સુપરત કરવાના રહેશે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતો એટલે કે મોરબી, માળીયા(મી.), ટંકારા, વાંકાનેર અને હળવદ ખાતે આગામી તારીખ 25/05/2026 ના રોજ બપોરે 12-00 કલાકે પ્રથમ બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેની સત્તાવાર નોટિસ તમામ તાલુકા પંચાયતના સભ્યોને તા. 15/05/2026 થી પાઠવી દેવામાં આવી છે.

પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છતા સભ્યોએ નિયત નમૂનાના ઉમેદવારી ફોર્મ જે-તે તાલુકા પંચાયત કચેરીએથી મેળવવાના રહેશે. ઉમેદવારોએ બે ફોર્મ સંપૂર્ણ ભરીને પ્રથમ બેઠકના આગલા દિવસે એટલે કે તારીખ 24/05/2026 ના રોજ સવારે 11-00 થી બપોરે 14-00 કલાક સુધીમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ પહોંચતા કરવાના રહેશે.

ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તે જ દિવસે એટલે કે તા. 24/05/2026 ના રોજ બપોરે 14-00 કલાકે જે-તે તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!