મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૨ માં વિદેશી દારૂ ગ્રીન સ્પેશિયલ વ્હિસ્કીના ચાર નંગ ચપલા કિ.રૂ.૪૦૦/-ની જાહેરમાં લેતી દેતી કરી રહેલ આરોપી વિનોદભાઈ ભગવાનજીભાઈ કણજારીયા ઉવ.૨૭ તથા રમેશભાઈ કાંતિભાઈ કણજારીયા ઉવ.૩૦ બંને રહે.માગરની વાડી વાવડી ચોકડી પાસે મોરબી વાળાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે બંને આરોપીઓ પાસેથી દારૂના ચપલા તથા બે મોબાઇલ સહિત ૨૦,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે વિદેશી દારૂના ચપલા અંગેની પૂછપરછમાં લિસ્ટેડ બુટલેગર હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા રહે.મોરબી વાળા પાસેથી આ દારૂની બોટલો મેળવી હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






