સરકારી દવાખાના નજીક ક્રાઈમ બ્રાંચની રેઇડ, આરોપી ફરાર.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે માળીયા(મી) વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સરકારી દવાખાના નજીક હુશેનશાપીરની દરગાહ સામે આવેલ ફારૂકભાઈ દિલાવરભાઈ જેડાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. કાર્યવાહી દરમિયાન મકાનના બાથરૂમ નજીકથી બે પ્લાસ્ટિકના બાચકામાંથી કુલ ૧૧૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૨ હજાર મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી ક્રાઇમ બ્રાંચ પોલીસે આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.






