મોરબી તાલુકાના લીલાપર કેનાલ રોડ નજીક આવેલા ગ્રેવિટી સલુન એન્ડ સ્પામાં એસઓજી પોલીસ ટીમની તપાસ દરમિયાન સ્પામાં કામ કરતી એક વર્કરની પોલીસ નોંધ ન કરાવાઈ હોવાનું અને સીસીટીવી રેકોર્ડિંગ જાહેરનામા મુજબ સાચવવામાં ન આવતા સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લીલાપર કેનાલ રોડ પર લાડલી પાર્ટી પ્લોટ સામે આવેલા ભાર્ગવ શોપિંગ સેન્ટરના પ્રથમ માળે ચાલતા “ગ્રેવિટી સલુન એન્ડ સ્પા” ખાતે તપાસ કરતા, જ્યાં સ્પાના સંચાલક બળવંતભાઈ મોતીભાઈ નકુમ ઉવ.૫૦ રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળા પાસે સ્પામાં કામ કરતી એક વર્કરની બાયોડેટા નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવી નહોતી. ઉપરાંત સીસીટીવી કેમેરાનો ડેટા પણ જાહેરનામા મુજબ સાચવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. આ અંગે એસઓજી પોલીસ ટીમે તાલુકા પોલીસ મથકમાં ઉપરોક્ત આરોપી સ્પા સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી સામે બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






