Saturday, May 23, 2026
HomeGujaratમોરબીના પીપળી ગામે રહેણાંકમાંથી દારૂની ૨૩ બોટલ સાથે એક પકડાયો, સપ્લાયર ફરાર

મોરબીના પીપળી ગામે રહેણાંકમાંથી દારૂની ૨૩ બોટલ સાથે એક પકડાયો, સપ્લાયર ફરાર

મોરબી તાલુકાના જૂની પીપળી ગામે શિવપાર્ક-૨ ના રહેણાંક મકાનમાં એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડ અને ક્ષમતાની વિદેશી દારૂની ૨૩ બોટલ કબજે કરી હતી. આ સાથે પોલીસે મકાન માલીક ઇસમની અટકાયત કરી હતી, જ્યારે દારૂ સપ્લાય કરનાર આરોપીનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી એલસીબી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે જુની પીપળી ગામે શિવપાર્ક સોસાયટી-૨ ગેટ પાસે રહેતા બિપીનભાઈ હિંમતલાલ મહેતાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૨૩ બોટલ કિ.રૂ.૧૦,૦૦૧/-નો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસે સ્થળ પરથી આરોપી બિપીનભાઈ હિંમતલાલ મહેતા ઉવ.૫૫ ની અટકાયત કરી હતી. પકડાયેલ આરોપીની પૂછતાછમાં દારૂ સપ્લાય કરનાર જયેશ ઉર્ફે અભો કનુભાઈ મકવાણા રહે. શોભેશ્વર રોડ-ઢાળીયે મોરબી-૨ ના નામની કબુલાત આપતા પોલીસે તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે બન્ને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!