Monday, May 25, 2026
HomeGujaratમોરબીમાં શનાળા બાયપાસ નજીક રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીમાં શનાળા બાયપાસ નજીક રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે શનાળા બાયપાસ નજીક આરોપી મયુર વાઘેલાના રહેણાંક મકાનમાં રેઇડ કરી રૂ.૩૮,૨૦૪/-નો ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા સીટી એ ડિવિઝન પોલીસે તેની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે શનાળા બાયપાસ નજીક મયુરભાઈ કાંતીભાઈ વાઘેલાના રહેણાંક મકાન પર રેઇડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મકાન તેમજ બાજુના બંધ મકાનમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની ૨૮૦ બોટલ, બિયરના ૪ ટીન એમ કુલ કિ.રૂ.૩૮,૨૦૪/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી મયુરભાઈ વાઘેલા સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!