મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના માધાપરના ઝાંપા નજીક ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા ફિરોઝભાઈ ગફુરભાઈ મોવર ઉવ.૩૫ રહે-લોમ જીવન પાર્ક વાવડી રોડ મોરબી, વિનુભાઈ ડુંગરભાઈ લાલજીભાઇ વિડજા ઉવ.૬૬ રહે-ખોડીયાર ડેરી પાછળ વાવડી ગામ મોરબી, અખતરભાઈ ગુલમામદભાઇ જુસા ઉવ.૩૪ રહે-ચાર ગોડાઉન બાજુ વિશીપરા મોરબી, અજયભાઇ નવલભાઈ શીવશંકરભાઈ દેવ ઉવ.૫૦ રહે-કાલીકા પ્લોટ શેરી નં.૦૩ મોરબી તથા ભીખાભાઈ શંકરભાઈ અજુભાઈ રસાણીયા ઉવ.૫૧ રહે-માધાપર ઝાપા મહેન્દ્રપરા-૦૨ સામે મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૧,૨૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






