Thursday, May 28, 2026
HomeGujaratવાંકાનેર: કારખાનામાં રમતા રમતા માસૂમ બાળક મશીનમાં ફસાઈ જતા કરૂણ મોત

વાંકાનેર: કારખાનામાં રમતા રમતા માસૂમ બાળક મશીનમાં ફસાઈ જતા કરૂણ મોત

વાંકાનેરના સરતાનપર રોડ પર રેન્સો ઇન્ડસ્ટ્રીઝમાં રમતા રમતા ૨ વર્ષીય બાળક મશીનમાં ફસાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, વાંકાનેરના સરતાનપર રોડ પર રેન્સો ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા મૂળ આમલી પઠાર જી.જાંબુઆ (મધ્યપ્રદેશ)ના શ્રમિક પરિવારનો પુત્ર સીરાજ રિતેસભાઇ આઇડીયા ઉવ.૦૨ ગત તા.૨૬/૦૫ના રોજ કારખાનામાં મશીનના લોખંડની પ્લેટની વચ્ચે ફસાઇ ગયો હતો. જેમાં માસૂમ બાળકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મરણ નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!