Thursday, May 28, 2026
HomeGujaratમોરબી-૨ના મફતીયાપરામાં વાડામાં ગાંજાનું વાવેતર ઝડપાયું, એસઓજીએ એક આરોપીને ઝડપી પાડ્યો

મોરબી-૨ના મફતીયાપરામાં વાડામાં ગાંજાનું વાવેતર ઝડપાયું, એસઓજીએ એક આરોપીને ઝડપી પાડ્યો

૪ કિલો ૩૭૬ ગ્રામ ગાંજાના છોડ અને જથ્થા સહિત રૂ.૨.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત, એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભારતનગર મફતીયાપરામાં એસઓજી ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે વાડામાંથી ૮ નાના-મોટા ગાંજાના છોડ તેમજ ગાંજાનો જથ્થો મળી કુલ ૪ કિલો ૩૭૬ ગ્રામ ગાંજો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પોલીસ અધીક્ષકની સૂચના મુજબ મોરબી એસઓજી ટીમ દ્વારા માદક પદાર્થોના વેચાણ અને વાવેતર કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન એસઓજી ટીમને બાતમી મળી હતી કે મોરબી-૨ વિસ્તારમાં વિધ્યુતનગર પાછળ ભારતનગર મફતીયાપરામાં રહેતા પ્રભુભાઈ રધુભાઈ મકવાણા પોતાના રહેણાંક મકાનની સામે આવેલા વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યા છે.

બાતમીના આધારે એસઓજી ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતા વાડામાંથી ગાંજાના ૮ નાના-મોટા લીલા છોડ મળી આવ્યા હતા. ઉપરાંત ગાંજાનો અલગ જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે કુલ ૪ કિલો ૩૭૬ ગ્રામ ગાંજો કિ.રૂ.૨,૧૮,૮૦૦/- કબજે કર્યો હતો. આ સાથે આરોપી પ્રભુભાઈ રધુભાઈ મકવાણાની અટકાયત કરી બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!