માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે નવાગામ વિસ્તારમાં મચ્છુ નદીના કાઠે બાવળની કાંટમાં છુપાવેલ ૧૫૦૦ લીટર દેશીદારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડા આથાના જથ્થા સાથે સાહિલ જાવેદભાઈ સીપાઈની અટકાયત કરી હતી. પોલીસે કુલ રૂ.૩૭,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
માળીયા(મી) પોલીસે બાતમી મળી કે, નવાગામ ખાતે મચ્છુ નદીના કાંઠે સાહિલ જાવેદભાઈ સીપાઈ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે માળીયા(મી) પોલીસ ટીમે દરોડો પાડતા, જ્યાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૧૫૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૩૭,૫૦૦/-કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી સાહિલભાઈ જાવેદભાઈ સીપાઈ ઉવ.૨૧ રહે. મોરબી રણછોડનગર વાળાની અટકાયત કરવામાં આવી હતી. હાલ પોલીસે પકડાયેલ આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






