અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 1949 થી વિધાર્થીઓ ના પ્રશ્નો માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્ય કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે. આજ રીતે ABVP SFS એટલે કે સ્ટુડન્ટ ફોર સેવા આયામ અંતર્ગત વિવિધ સેવા ના કાર્યો કરે છે. ABVP મોરબી શાખા દ્વારા ધુળેટીના પાવન પર્વ નિમિતે મોરબી શહેરના પૂલ નીચે તેમજ ઉમિયા સર્કલ પાસે રહેતા વસ્તી વિસ્તારોમાં નાના બાળકો તેમજ ભાઈઓ બહેનોને અલ્પાહાર આપવામાં આવ્યું તેમજ તેમની સાથે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.