Tuesday, June 16, 2026
HomeGujaratહળવદના ભવાનીનગરમાં નજીવી બાબતે મહિલા પર ત્રણ શખ્સોનો હુમલો

હળવદના ભવાનીનગરમાં નજીવી બાબતે મહિલા પર ત્રણ શખ્સોનો હુમલો

હળવદ શહેરના ભવાની નગર ઢોરો વિસ્તારમાં એક સાહેદ (સાથી)ની પૂછપરછ બાબતે સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખ્સોએ મહિલાના ઘર પાસે આવી ગાળો ભાંડી, ઢીંકાપાટુનો માર મારી તેમજ હાથમાં છરી બતાવી જાહેરનામાનો ભંગ કરી ગુનો આચર્યો છે. આ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતા ભારતીબેન ભરતભાઈ ખાવડીયા (ઉં.વ. ૩૦) એ આરોપી તેજલબેન મહેશભાઈ જાંબુકિયા, મહેશભાઈ થોભણભાઈ, તથા મેરાભાઈ દલવાડી રહે. બધા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવી સાથી ક્યાં છે તે બાબતે બોલી આરોપી તેજલબેન તથા મહેશભાઈએ ફરીયાદીને ગાળો બોલવા લાગેલ અને ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારેલ તથા આરોપી મેરાભાઈએ હાથમાં છરી રાખી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!