Tuesday, June 16, 2026
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલમાં શૈરો પોઝિટિવ બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ

મોરબી સિવિલ હોસ્પિટલમાં શૈરો પોઝિટિવ બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ

કરૂણા ફાઉન્ડેશન દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે શૈરો પોઝિટિવ બાળકોને સ્કૂલ બેગ, ચોપડા, પેન, લંચ બોક્સ સહિતની એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. સ્થાનિક દાતાશ્રીઓના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં હોસ્પિટલ સ્ટાફ, સામાજિક આગેવાનો અને ફાઉન્ડેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા સિવિલ હોસ્પિટલમાં કરૂણા ફાઉન્ડેશન દ્વારા એ.આર.ટી. સેન્ટર ખાતે શૈરો પોઝિટિવ બાળકો માટે એજ્યુકેશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સી.ડી.એમ.ઓ. પ્રદીપ દુઘરેજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં દાતાશ્રી સ્વ. પાર્થભાઈ બળવંતભાઈ ભાડજા, વિરા અને વત્સલ કલ્પેશભાઈ મણિયાર, માં જીવદયા ગ્રુપ, ગોપાલભાઈ ભટ્ટ, સ્વ. લજપતભાઈ એમ. મહેશ્વરી તેમજ અન્ય સ્થાનિક દાતાશ્રીના સહયોગથી સ્કૂલ બેગ, ચોપડા, બોલપેન, પેન્સિલ, લંચ બોક્સ, વોટર બેગ અને કંપાસ સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં એ.આર.ટી. સેન્ટરના સ્ટાફ, કાઉન્સેલરો, સામાજિક આગેવાનો તેમજ કરૂણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશ લાલવાણી, ઉપપ્રમુખ રાજેશ જાની (૯૯૯૮૭ ૩૨૪૬૦), ખજાનચી જયદીપભાઈ નિમાવત (૯૪૨૮૯ ૧૫૫૦૬) અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. ફાઉન્ડેશન દ્વારા શૈરો પોઝિટિવ મહિલાઓ, સગર્ભા બહેનો અને બાળકો માટે નિયમિત કાઉન્સેલિંગ, સરકારી યોજનાઓના ફોર્મ ભરાવવાની સહાય તથા રાશન કીટ વિતરણ જેવી સેવાઓ પણ આપવામાં આવે છે. સંસ્થાએ મોરબી જીલ્લાના દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી વધુ સહયોગ માટે અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!