ટંકારા તાલુકાના બંગાવડી ગામે વાડીમાં રમતા રમતા બે વર્ષનો બાળક અકસ્માતે પાણી ભરેલી કુંડીમાં પડી જતાં ડૂબી ગયો હતો. ત્યારે મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
ટંકારા તાલુકાના બંગાવડી ગામે મનસુખભાઈ દેત્રોજાની વાડી ખાતે રહેતા મૂળ રાજસ્થાનના બરવાની જીલ્લાના કેરવા ગામના શ્રમિક પરિવારનો બે વર્ષીય દીકરો પ્રિતેશ રીતેશભાઇ નથુભાઇ ભાભર રમતા રમતા મકાન પાસે આવેલી પાણી ભરેલી કુંડીમાં અકસ્માતે પડી જતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે ટંકારા પોલીસે મૃતક બાળકના પિતા પાસેથી પ્રાથમિક વિગત મેળવી અ.મોત રજીસ્ટર કરી છે.






