Tuesday, June 30, 2026
HomeGujaratથોરાળા ગામે ઇન્ડેન ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ૩૦ ગેસ સિલિન્ડરની ચોરી

થોરાળા ગામે ઇન્ડેન ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ૩૦ ગેસ સિલિન્ડરની ચોરી

મોરબી તાલુકાના થોરાળા ગામે ફ્રીડમ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી અજાણ્યા તસ્કરોએ ૩૦ જેટલા ભરેલા ઇન્ડેન ગેસ સિલિન્ડરની ચોરી કરી હતી. તસ્કરોએ ગોડાઉનના દરવાજાનું તાળું તોડી ન શકતા હુકમાંથી દરવાજો ખસેડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના થોરાળા ગામના વતની અને હાલ મોરબી રામનગર સોસાયટી શનાળા રોડ ખાતે રહેતા રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજા ઉવ.૫૬ને થોરાળા ગામથી આગળ ફ્રીડમ ગેસ એજન્સી નામનું ગોડાઉન છે જેમાં ઇન્ડેન ગેસની એજન્સી હેઠળ ગેસના બાટલાનો વેપાર કરે છે, ત્યારે ગત તા.૨૭/૦૬ ના રોજ સાંજે ગોડાઉન બંધ કર્યા બાદ મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ ઉપરોક્ત ગોડાઉનનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તાળું ન તૂટતાં દરવાજો હુકમાંથી ખસેડી ગોડાઉનમાં પ્રવેશ કરી ૩૦ ગેસ સિલિન્ડર કિ.રૂ.૯૯,૦૦૦/-ચોરી કરી લઈ ગયા હતા. હાલ સમગ્ર ચોરીના બનાવ મામલે ત્યારે બીજા દિવસે તેઓને સવારે ગોડાઉનનો દરવાજો ખુલ્લો જોવા મળતાં ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. બનાવ અંગે એજન્સીના સંચાલકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!