મોરબીના નવલખી રોડ ઉપર સિલ્વર પાર્કમાં રહેતા ૫૦ વર્ષીય પ્રૌઢને ઘરે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
મોરબીના નવલખી ફાટક નજીક આવેલા સિલ્વર પાર્કમાં રહેતા નારણભાઈ અમુભાઈ ડાંગર ઉવ.૫૦ને ગઈકાલ તા.૨૯/૦૬ના રોજ પોતાના ઘરે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેક જેવી અસર થતા તાત્કાલિક પરિવારજનોએ તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસ્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






