Tuesday, June 30, 2026
HomeGujaratમોટા દહીંસરામાં કારમાંથી વિદેશી દારૂની ૨૨૨ બોટલ ઝડપાઇ, ખોટી નંબર પ્લેટનો ભાંડો...

મોટા દહીંસરામાં કારમાંથી વિદેશી દારૂની ૨૨૨ બોટલ ઝડપાઇ, ખોટી નંબર પ્લેટનો ભાંડો પણ ફૂટ્યો

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે માળીયા(મી)ના મોટા દહીંસરા ગામે દરોડો પાડી સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂની ૨૨૨ બોટલ કિ.રૂ.૪.૦૩ લાખ ઝડપી લેવામાં આવી હતી. આ સાથે પોલીસે કાર સહિત કુલ રૂ.૭.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તપાસ દરમિયાનમાં કાર પર ખોટી નંબર પ્લેટ લગાવેલી હોવાનું પણ સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામના વિવેકાનંદનગરમાં જીતુભા જીવુભા જાડેજાની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કારમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની સ્કોચ વ્હિસ્કી અને વોડકાની કુલ ૨૨૨ બોટલ, કિ.રૂ.૪,૦૩,૫૫૪/- નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે કારના એન્જિન અને ચેસીસ નંબરના આધારે પોકેટકોપ એપ્લિકેશન મારફતે તપાસ કરતાં કાર પર લગાવેલી નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે રૂ. ૩ લાખની સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ.૭,૦૩,૫૫૪/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી જીતુભા જીવુભા જાડેજા રહે.મોટા દહીંસરા વિવેકાનંદનગર વાળા વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!