Tuesday, June 30, 2026
HomeGujaratઅમદાવાદથી નીકળેલી ‘નો ડ્રગ્સ કેમ્પેઈન’ બાઈક રેલીનું મોરબીમાં આગમનઅમદાવાદથી નીકળેલી ‘નો ડ્રગ્સ...

અમદાવાદથી નીકળેલી ‘નો ડ્રગ્સ કેમ્પેઈન’ બાઈક રેલીનું મોરબીમાં આગમનઅમદાવાદથી નીકળેલી ‘નો ડ્રગ્સ કેમ્પેઈન’ બાઈક રેલીનું મોરબીમાં આગમન

સૌરાષ્ટ્રના ૧૧ શહેરોમાં યુવાનોને ડ્રગ્સના દૂષણથી બચાવવા અભિયાન: મોરબી પોલીસે પણ જનજાગૃતિના પ્રયાસોને બિરદાવ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી: દેશના યુવાધનને ડ્રગ્સ અને નશીલા પદાર્થોના વ્યસનથી બચાવવા અમદાવાદથી શરૂ થયેલી ‘નો ડ્રગ્સ કેમ્પેઈન’ બાઈક રેલી મોરબી પહોંચી હતી. મોરબીમાં ટીમે ૮ શાળાઓમાં ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણ અંગે જાગૃત કર્યા હતા. મોરબી પોલીસ દ્વારા રેલીનું સ્વાગત કરી જનતાને ડ્રગ્સ અંગેની માહિતી ગુપ્ત રીતે પોલીસને આપવા અપીલ કરવામાં આવી હતી.

દેશભરમાં યુવાધનને ડ્રગ્સના વધતા દૂષણથી બચાવવા અને જનજાગૃતિ લાવવા માટે અમદાવાદથી શરૂ થયેલી ‘નો ડ્રગ્સ કેમ્પેઈન’ બાઈક રેલી મોરબી પહોંચી હતી. મોરબી પોલીસ અને સ્થાનિક બાઈકર્સ દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ સૌરાષ્ટ્રના ૧૧ શહેરોમાં શાળા-કોલેજોમાં સેમિનાર, ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને સિટી રાઈડ દ્વારા યુવાનો તથા નાગરિકોને નશામુક્ત જીવન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

આ તકે જીલ્લા પોલીસવડા મુકેશ પટેલે જણાવ્યું હતું કે યુવાનો ડ્રગ્સના રવાડે ચડી પોતાનું ભવિષ્ય બરબાદ ન કરે તે માટે આ પ્રકારના જનજાગૃતિ અભિયાન અત્યંત જરૂરી છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે ડ્રગ્સના વેચાણ, ઉપયોગ કે હેરફેર અંગે કોઈ માહિતી મળે તો પોલીસને ગુપ્ત રીતે જાણ કરવી, જેથી માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખી કડક કાર્યવાહી થઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે મોરબી પોલીસ અને એસઓજીની ટીમ ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા સતત કાર્યરત છે.

અભિયાનના સભ્ય જયપાલસિંહ ભાટીએ જણાવ્યું હતું કે ૧૦ રાઈડર્સ સહિત કુલ ૩૫ સભ્યોની ટીમ અમદાવાદથી નીકળી સૌરાષ્ટ્રના ૧૧ શહેરોના અંદાજે ૩૦૦થી ૩૫૦ શૈક્ષણિક કેમ્પસ સુધી પહોંચવાનો લક્ષ્યાંક ધરાવે છે. છેલ્લા ચાર વર્ષથી આ અભિયાન સતત ચાલી રહ્યું છે. જ્યારે સુરપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ વર્ષે પણ અંદાજે ૧૧૦૦ કિલોમીટરની યાત્રા દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, બોટાદ અને ભાવનગર સહિતના જીલ્લાઓમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. મોરબીમાં ટીમે ૮ શાળાઓની મુલાકાત લઈને ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણ અંગે માહિતગાર કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!