Tuesday, June 30, 2026
HomeGujaratમોરબી;પ્રેમસંબંધને લઈને ત્રાજપરમાં બે પક્ષ વચ્ચે ધીંગાણું, બે રાઉન્ડ ફાયરિંગના આક્ષેપ સાથે...

મોરબી;પ્રેમસંબંધને લઈને ત્રાજપરમાં બે પક્ષ વચ્ચે ધીંગાણું, બે રાઉન્ડ ફાયરિંગના આક્ષેપ સાથે સામસામી ફરિયાદ નોંધાઈ

ચાર દીકરીનો પિતા એવો યુવક અને યુવતીના પરિવાર વચ્ચે મારામારી, પથ્થરમારો અને બે રાઉન્ડ ફાયરિંગ, કુલ ૮ સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી-૨ના ત્રાજપરમાં ઓરીએન્ટલ બેંક વાળી શેરી વિસ્તારમાં પ્રેમસંબંધના વિવાદને પગલે બે પક્ષ વચ્ચે હિંસક મારામારી થઈ હતી. યુવતીના પરિવારજનોએ હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો યુવક પક્ષે આક્ષેપ કર્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ પાંચ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે યુવક છેલ્લા કેટલાક સમયથી ઘરની આસપાસ આંટાફેરા મારી હેરાન કરતો હોવાનો આક્ષેપ કરી ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

મોરબી-૨ના ત્રાજપર વિસ્તારમાં પ્રેમસંબંધને લઈને બે પક્ષ વચ્ચે મારામારી અને પથ્થરમારાનો બનાવ બન્યો છે. જેમાં ચાર દીકરીના પિતા ચિરાગ રણજીતભાઈ સનુરા ઉવ.૨૬ રહે. ત્રાજપર ખારી મોરબી-૨ વાળાએ બી ડિવિઝન પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ તેને આરોપી નિરંજન બિંદની દીકરી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો અને તે અવારનવાર તેના ઘરની આસપાસ આવજાવ કરતો હતો. આ બાબતે યુવતીની માતા મંજુબેન અને ભાઈ હિમાંશુએ તેની સાથે બોલાચાલી કરી ફડાકા મારી ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી નિરંજન બિંદ પોતાના ભાણેજો ચંદન અને મોહન સાથે આવી મારામારી કરી હતી. દરમિયાન આરોપી નિરંજને પથ્થર મારી રાહુલને માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી તેમજ આરોપી મોહને રિવોલ્વર જેવા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે નિરંજન બિંદ, તેની પત્ની મંજુબેન, પુત્ર હિમાંશુ તથા ભાણેજો ચંદન અને મોહન સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો ઉપરાંત આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

જ્યારે સામાપક્ષે સામી ફરિયાદમાં ફરિયાદી હિમાંશુ નિરંજનભાઈ બિંદ ઉવ.૨૨ રહે. પવન પાર્ક સોસાયટી મોરબી-૨ નોંધાવેલી ફરિયાદમાં આરોપી ચિરાગ સાનુરા છેલ્લા ચાર મહિનાથી તેમના ઘરની આસપાસ આંટાફેરા મારી ખોટા અવાજો કરી પરિવારને પરેશાન કરતો હોવાનું જણાવ્યું છે. તે દરમિયાન ફરિયાદી હીમાંશુએ ફોન કરીને આ બાબતે વાત કરી તો આરોપી ચિરાગે તેઓને બનાવ સ્થળ ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાં બોલાવ્યા બાદ આરોપી ચિરાગ, રાહુલ અને કરણે ગાળો આપી હુમલો કર્યો હતો. જેમાં આરોપી ચિરાગે પથ્થર મારી ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ઉઓરોકટ ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી ચિરાગ સનુરા, રાહુલ અને કરણ સામે પણ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!