આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉમીયાનગર, સીરામીક સીટી પાસે રહેતી રીનાબેન અમરશીભાઇ પરમાર (ઉ.વ.૨૧) નામની યુવતી ગત તા.૨૪ ના રોજ સવારના ૮ વાગ્યાના અરસ્સામાં પોતાના ઘરેથી મોરબીના જાંબુડીયા ખાતે આવેલ સોબર સીરામીક કારખાનામાં કામે જાવ છું તેમ કહી નીકળ્યા બાદ સમયસર ઘરે પરત ન આવતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ આજદિન સુધી તેણીનો પત્તો ન લાગતા અંતે તેના પિતા અમરશીભાઇ મોહનભાઇ પરમારે બી ડિવિઝન પોલીસ મથકે ગુમસુદા નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.