Saturday, July 11, 2026
HomeGujaratહળવદના સ્પા પાર્લરમાં વર્કરોની પોલીસ નોંધ ન કરાવતાં સંચાલક સામે એસઓજીની કાર્યવાહી

હળવદના સ્પા પાર્લરમાં વર્કરોની પોલીસ નોંધ ન કરાવતાં સંચાલક સામે એસઓજીની કાર્યવાહી

હળવદની સરા ચોકડી નજીક આવેલા લોટ્સ સ્પામાં કામ કરતી બે મહિલા વર્કરોની વિગતો પોલીસ સ્ટેશનમાં નહિ નોંધી જાહેરનામાનો ભંગ કરતા સ્પાના માલિક સામે મોરબી એસઓજી પોલીસે હળવદ પોલિસ મથકમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદની સરા ચોકડી ક્રોસ રોડ પાસે આવેલા ક્રોસ રોડ કોમ્પલેક્ષના લોટ્સ સ્પામાં તપાસ શરૂ કરી હતી, જ્યાં સ્પાના સંચાલક મંગાભાઈ હિરાભાઈ રાજપરા ઉવ.૩૯ રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાળાએ સ્પામાં કામ કરતી બે વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં જમા નહિ કરાવી, મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો અનાદર કર્યાનું સામે આવ્યું હતું જેથી એસઓજી ટીમે આરોપી સ્પા-સંચાલકને કાયદેસરની નોટિસ આપી તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જાહેરનામાના ભંગ બદલની કલમો હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!