Sunday, July 12, 2026
HomeGujaratખાખરેચીમાં કુટુંબી ભાઈ-ભાભી અને ભત્રીજાનો યુવક તથા પરિવાર પર હુમલો

ખાખરેચીમાં કુટુંબી ભાઈ-ભાભી અને ભત્રીજાનો યુવક તથા પરિવાર પર હુમલો

અજાણ્યા બની ફોન કરતાં સર્જાઈ બોલાચાલી જેનો ખાર રાખી ઘરની બહાર બોલાવી માર માર્યો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે કુટુંબી ભાઈએ અજાણ્યા બની ફોન કરતાં થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવકને ઘરની બહાર બોલાવ્યો હતો. ત્યારબાદ કુટુંબી ભાઈ, ભાભી અને ભત્રીજાએ સાથે મળી હુમલો કરી ઈજા પહોંચાડતા માળીયા(મી) પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ખાખરેચી ગામે રહેતા રાજુભાઈ બાબુભાઈ રાઠોડ ઉવ.૩૪એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.૧૦/૦૭ના રોજ તેમના કુટુંબી ભાઈ આરોપી ધનજીભાઈ ઉર્ફે મુન્નો દેવજીભાઈ રાઠોડે અજાણ્યા બની ફોન કરતા ફરિયાદી રાજુભાઇ વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. ત્યારબાદ આરોપી ધનજીભાઈએ ફરી ફોન કરી રાજુભાઈને ઘરની બહાર બોલાવ્યા હતા. ત્યારે રાજુભાઈ ઘર બહાર પહોંચતા જ ધનજીભાઈની પત્ની પુનમબેને તેમને ગાલ પર પાંચ-છ ઝાપટ મારી દીધી હતી. આ દરમિયાન વચ્ચે પડેલ રાજુભાઈની બહેન સોનુબેનને પણ આરોપી પુનમબેને વાળ પકડીને નીચે પાડી દીધી હતી. બહેનને છોડાવવા જતા આરોપી ધનજીભાઈના પુત્ર આરોપી સતીષે લાકડાના ધોકાથી રાજુભાઈના માથામાં ઘા માર્યો હતો. ત્યારબાદ આરોપી બાપ-દીકરાએ મળીને માર માર્યો હતો, જેમાં રાજુભાઈને પગમાં પણ ઈજા પહોંચી હતી.

જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે માળીયા(મી) પોલીસે આરોપી ધનજીભાઈ ઉર્ફે મુન્નો દેવજીભાઈ રાઠોડ, પુનમબેન અને સતીષ એમ ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!