Tuesday, July 14, 2026
HomeGujaratમાળીયા નજીક ટ્રક ડિવાઈડર ટપીને ડમ્પર સાથે અથડાયો, ફરિયાદ નોંધાઈ

માળીયા નજીક ટ્રક ડિવાઈડર ટપીને ડમ્પર સાથે અથડાયો, ફરિયાદ નોંધાઈ

મોરબીથી સામખીયારી પરત ફરી રહેલા ટ્રકનો ડમ્પર સાથેના અકસ્માતમાં ડમ્પર ચાલકને સામાન્ય ઈજા, મૃતક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)ની ભીમસર ચોકડી નજીક સત્કાર હોટલ પાસે ટ્રક ડિવાઈડર ટપીને સામેથી આવતા ડમ્પર સાથે અથડાતા ૨૪ વર્ષીય ટ્રક ચાલક રાહુલકુમાર ધારાભાઈ વરચંદનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે મૃતક ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા-મોરબી નેશનલ હાઈવે પર સત્કાર હોટલ નજીક ગત ૧૨ જુલાઈની સવારે થયેલા ગંભીર અકસ્માતમાં મોરબીથી સામખીયારી પરત આવી રહેલો ટ્રક રજી.નં. જીજે-૩૯-ટીએ-૬૦૬૮ ડિવાઈડર ટપીને સામેથી આવી રહેલા ડમ્પર રજી.નં. જીજે-૧૨-બીટી-૬૬૬૬ સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલક અને રાપર તાલુકાના રામવાવ ગામના રહેવાસી ૨૪ વર્ષીય રાહુલકુમાર ધારાભાઈ વરચંદને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ડમ્પર ચાલક મોસીમભાઈ જાનમામદ મંધરીયા રહે.બોલાડીયા ગામ જીકળી તા.ભુજ જી.કચ્છ વાળાને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી.

બનાવ અંગે મૃતકના પિતા ધારાભાઈ પેથાભાઈ વરચંદ ઉવ.૫૧ રહે.રામવાવ ગામ તા.રાપર જી.કચ્છ વાળાએ માળીયા(મી)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મૃતક રાહુલકુમાર ઉપરોક્ત ટ્રક લઈને મોરબીથી સામખીયારી જઈ રહ્યો હતો ત્યારે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેદરકારીપૂર્વક ચલાવી આવી ડિવાઈડર ટપીને સામેથી આવતા ડમ્પર સાથે અથડાયો હતો. હાલ પોલીસે મૃતક તર્ક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!