મોરબીના મકનસર ગામના સરપંચ માવજીભાઈ ભીમજીભાઈએ જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબીના મકનસર ગામે છેલ્લા બે મહિનામાં કોરોનાના 200 જેટલા કેસ છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક મકનસર ગામમાં આરોગ્ય ટિમ સાથે સઘન સર્વે કરી જરૂરી તકેદારીના પગલાં લે તેવી તેમણે માંગ કરી છે. સાથેસાથે તેઓએ ગ્રામ પંચાયત સાથે મળીને કોરોના સામે ગામલોકોને રક્ષણ આપવા જરૂર જણાય તો ગામમાં લોકડાઉન કરવાની પણ તૈયારી દર્શાવી છે. તેમજ ગામમાં તમામ નિયમોનો અમલ કરવા પણ જણાવ્યું છે.