Saturday, July 18, 2026
HomeGujaratમોરબી ITI ખાતે મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા...

મોરબી ITI ખાતે મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા કેબિનેટ મંત્રી

મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયો કાર્યકર:રૂ. ૧૨.૦૧ કરોડના ખર્ચે મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓ માટે નિર્માણ પામનાર બોયઝ હોસ્ટેલથી શૈક્ષણિક સુવિધામાં થશે વધારો

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના કૌશલ્યલક્ષી શિક્ષણ ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના સરકારના હકારાત્મક અભિગમ અંતર્ગત મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના પરિસરમાં બહારગામથી આવતા તાલીમાર્થીઓની રહેવાની ઉત્કૃષ્ટ સુવિધા અર્થે રૂ. ૧૨.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી.

આઈટીઆઈ ખાતે નવીન હોસ્ટેલ ભવનના નિર્માણથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાંથી ટેકનિકલ કૌશલ્યનો અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ખૂબ મોટી શૈક્ષણિક રાહત અને સુવિધા મળશે. વહીવટી તંત્ર અને સંસ્થા દ્વારા આ પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે સંપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, રોજગાર અને તાલીમ વિભાગના અધિકારીઓ, સંસ્થાના પ્રિન્સિપાલ માયાબેન પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી, સ્થાનિક પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!