મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલી સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં ૩૫ વર્ષીય મહિલાએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલી લોરીસન સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતી માયાબેન કૃણાલ ઉર્ફે કુંદન ઉર્ફે બડવા બીજેશીંગ મોહરે ઉવ.૩૫ મૂળ બનદાઉ ગામ જી.ધાર મધ્યપ્રદેશના વતનીએ પોતાના રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ ૧૦ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.






