મોરબી ફાયર કંટ્રોલ રૂમને રાત્રે રેસ્ક્યૂ કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘુંટુ ગામે દોડી ગઈ હતી. કાલેદરી નદી પાસે ફસાયેલા ૧૭ વર્ષીય કિશોરને સુરક્ષિત બહાર કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો.
મોરબી ફાયર કંટ્રોલ રૂમને રાત્રિના સમયે રેસ્ક્યૂ કોલ મળતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘુંટુ ગામે પહોંચી હતી. જ્યાં મોરેશ્વર મહાદેવ નજીક આવેલી કાલેદરી નદી પાસે ૧૭ વર્ષીય વિમલ ભરતભાઈ સોલંકી પાણીમાં ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર બચાવ કામગીરી હાથ ધરી કિશોરને સુરક્ષિત બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખી ફાયર વિભાગે નાગરિકોને નદી, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે.






